મોરબી: નિશાંત જાની SCAની અન્ડર-૧૯ અને અન્ડર-૨૩ વુમન્સ ટીમના હેડ કોચ બન્યા



મોરબીના જાણીતા ક્રિકેટર અને જીલ્લા ક્રિકેટ એસોસિએશનના મુખ્ય કોચ નિશાંત જાનીને વધુ એક સિદ્ધિ સાંપડી છે. તેમની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અન્ડર-૧૯ અને અન્ડર-૨૩ વુમન્સ ટીમના હેડ કોચ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
નિશાંત જાની ‘લેવલ-૩” સર્ટિફાઇડ કોય છે અને મોરબી જીલ્લા ક્રિકેટ અસોસીએસનના પણ કોચ છે, છેલ્લા ૫ વર્ષથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએસન માટે અલગ-અલગ ટીમો સાથે કોચિંગ કરતા હતા ત્યારે આ ક્રિકેટ સીઝન ૨૦૨૩-૨૪થી તેઓ હવે હેડ કોચ તરીકે એપોઇન્ટ થયા છે. આ તકે નિશાંત જાનીએ મીડિયાને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએઅનના પ્રમુખ જયદેવભાઈ શાહે જે નવી જવાબદારી સોપી છે એ હું આવનારા વર્ષોમાં અન્ડર-૧૯ અને અન્ડર ૨૩ ટીમને ‘ક્લોસર ટ્ર ચેમ્પિયન’ સુધી પહોંયાડવાના પ્રયાસો કરીશ.
આ ઉપરાંત નિશાંત જાનીએ જયદેવભાઇ શાહ, નિરંજન શાહ અને અન્ય સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તથા મોરબી જીલ્લા ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયાનો સતત પ્રેરક માર્ગદર્શન આપવા બદલ તેમનો પણ આભાર માનીને કૃતજ્ઞતા લાગણી વ્યક્ત કરી હતી.