Billboard ad 1150*250

મોરબીમાં ચકચારી નીખીલ હત્યા કેસના આરોપીને ઝડપથી પકડવા પરિવારજનોની સી.આઈ.ડી. વડા સમક્ષ માંગ

0 487

મોરબીમાં ચકચાર મચાવી દેનાર નીખીલ હત્યાકાંડ મામલે દોઢ વર્ષ કરતા ખાસો સમય વીત્યા છતા આરોપીઓ પોલીસના સકંજા થી દુર છે.તેમજ પરિવાર દ્વારા અવારનવાર સ્થાનિક પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે અને શનાળા રોડ પર સ્થિત સ્વામિનારાયણ મંદિરના સંતો પર શંકાનું નિશાન સાધવામાં આવ્યા હોવા છતા પોલીસ દ્વારા  યોગ્ય  તપાસ થતી ન હોવાનું માનવામાં આવે છે.ચાર માસ પહેલા પરિવારોની માંગ બાદ નીખીલ હત્યાકાંડની તપાસ સી,આઈ.ડી ક્રાઈમને સોપવામા આવી હતી જે મામલે આજ સુધી કોઈ નિરાકરણ કે સી.આઈ.ડી.ની ટીમ આરોપીઓને પકડી નથી શકી તે માટે આજ રોજ સ્વ.નીખીલની બહેન દ્વારા સી.આઈ.ડી.નિયામક શિવાનંદ ઝાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે આ બનવાને ખાસો સમય વીત્યા છતા આજ સુધી સીટી પોલીસ કે જીલ્લા પોલીસ હત્યાનોભેદ ઉકેલી શકી ન હોય ચાર માસ પહેલા આ તપાસ આપને સોપવામાં આવી હતી.તેની બહેને આકરા શબ્દોમાં દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા ભાઈની હત્યાના કારણે હું નિરાધાર બનેલ છું અને આ ત્રીજા રક્ષાબંધનના તહેવાર આવતો હોઈ ત્યારે મને મારા ભાઈની ખોટ વર્તાય છે.

અંતે નીખીલની બહેન દ્વારા શિવાનંદ ઝા પાસે માંગણી કરવામાં હતી કે મારો ભાઈ પરત મળે તેમ નથી ત્યારે આ બનાવમાં ખરેખર જે સામેલ હોય તેને પકડીને યોગ્ય સજા કરવામાં આવે.ગુજરાત પોલીસ કાર્યદક્ષ છે જટિલ ગુન્હા સી.આઈ.ડી.બ્રાંચે પકડેલા છે તો મારા ભાઈના હત્યારા જે કોઈ પણ હોય તેને પકડી ન્યાયના પિંજરામાં ઉભા કરીને ન્યાય સાથે સાંત્વના મળે તેવો પ્રબંધ સત્વરે કરવા  માંગણી કરી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat