મોરબી : ન્યુ એરા પબ્લીક સ્કુલના વિદ્યાર્થીઓએ IIM અમદાવાદની મુલાકાત લીધી

વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક સૂઝ અને જ્ઞાનને વ્યવહારિક જીવનમાં ઉપયોગી બની રહે, બદલાતા જતા સમયના પ્રવાહમાં પ્રવાહિત થઇ શકે તેવી સમજણ કેળવાય તેવા શુભ હેતુસર મોરબીની અંગ્રેજી માધ્યમની ન્યુ એરા પબ્લીક સ્કૂલ દ્વારા સ્ટડી ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ન્યુ એરા પબ્લીક સ્કુલના ધોરણ 11 અને 12 કોમર્સ (CBSE) ના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ અમદાવાદમાં આવેલી ભારતની ખ્યાતનામ મેનેજમેન્ટ કોલેજ આઈઆઈએમ ની મુલાકાત લીધી હતી જેમાં મેનેજમેન્ટ વિષય તથા કારકિર્દી ઘડવામાં ઉદભવતા પ્રશ્નોનો ઉકેલ આ મુલાકાતમાં મળ્યો હતો

આ સ્ટડી ટૂરમાં કોમર્સના વિદ્યાર્થીઓને કોમર્સનું ખરૂં મહત્વ સમજાયું હતું IIM ઇન્સ્ટીટ્યુટ દ્વારા ભવિષ્યમાં સ્કૂલના વિદ્યાર્થીઓને ત્યાં રહીને પ્રોજેક્ટમાં ભાગ લેવાનો અવસર મળશે ન્યુ એરા સ્કૂલના સ્ટાફ દ્વારા આ મુલાકાત અંગે ગૌરવની લાગણી જોવા મળી હતી અને મોરબીની પ્રથમ સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ ઉજ્જવળ કારકિર્દી માટે આઈઆઈએમ જેવી સંસ્થા સાથે જોડાવવા માટેનો પ્રગતિશીલ માર્ગ ચીંધ્યો છે જેથી મોરબી માટે પણ આ મુલાકાત ગૌરવ સમાન બની રહી છે

Comments
Loading...
WhatsApp chat