

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. જેને પગલે મોરબી યાર્ડ ખાતે પણ ખેડૂતોને તેમની જસણીને સુરક્ષિત રાખવા સૂચના અપાઈ છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – મોરબીના ઇન્ચાર્જ સેક્રેટરીની યાદીમાં જણાવ્યું છે કે હવામાન ખાતાની વાવાઝોડા તથા વધુ વરસાદની આગાહી હોય જેને ધ્યાનમાં રાખીને ખેડૂતભાઇઓએ પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવા ખાસ ભલામણ કરવામાં આવી છે તેમજ વેપારીભાઈઓએ પોતાનો માલ રોડ પરથી પોતાના ગોડાઉનમાં અથવા સુરક્ષીત જગ્યાએ લઇ લેવા ખાસ ભલામણ કરવામાં આવી છે. ખેતપેદાશના માલનો બગાડ ન થાય તેની તકેદારી રાખવી એ સૌની જવાબદારી હોય છે. જેથી તમામ એજન્ટ ભાઈઓ, વેપારીઓ અને ખેડૂતોને સાવચેતી રાખવા સુચના આપવામાં આવી છે