એમ.વી.વી.આઈ.એમ. કોલેજની વિધાર્થીનીઓએ NDRFના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

મોરબીની ઓમવીવીઆઇએમ કોલેજમાં એનડીઆરએફનું નિદર્શન યોજાયુ સાથોસાથ રક્ષાબંધનના પર્વની ઉજવણી પણ કરવામાં આવી હતી.તેમજ NDRF ટીમ દ્વારા વિધાર્થીઓને આપતી સમયે બચાવ કામગીરી અંગે પ્રેક્ટીકલ પ્રદર્શન આપી ઊંડાણ પૂર્વક સમજવામાં આવ્યું હતું.આ તકે ડેપ્યુટી કલેકટર દમ્યંતિબેન બારોટે,ડીઝાસ્ટરના પરમાર,NDRF ના કમાન્ડો મોહનલાલ સહિત એનડીઆરએફના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ તકે કોલેજની વિધાર્થીનીઓએ NDRFના જવાનોને રાખડી બાંધીને તેના ર્દિધાયુ માટેની પ્રભુ પાસે કામના કરી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીર્મીર્ત કક્કડ દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ સંસ્થાના પ્રિન્સીપાલ ધર્મેન્દ્રભાઈ,હિમાંશુભાઈ શેઠ,શાનાબેન કાઝી સહિતના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat