



મોરબી શહેર વિકાસના પંથે ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે મોરબી પંથમાં વાહનનોની સંખ્યા પણ મોટી સખ્યામાં વધવા પામી છે.તેમજ મોરબીમાં શહેરમાં વાહનનોની સંખ્યા વધવાથી અવારનવાર માર્ગો પર ભારે ટ્રાફિકજામસર્જાયા કરે છે અને લોકોને કલાકો સુધી ટ્રાફિકજામમાં અટવાયા રહેવું પડે છે.ત્યારે આજ રોજ મોરબીના નવલખી ફાટક પાસે કોઈ કારણોસર ટ્રાફિકજામ થયો હતો.જેમાં રાહદારીઓને ૨ કલાક સુધીટ્રાફિકજામમાં અટવાયા રહેવું પડ્યું હતું.જોકે મળતી વિગત અનુંસાર કલાકોબાદ પોલીસ તંત્ર આવીને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.પરંતુ નવલખી ફાટક નજીક અવારનવાર આવા ટ્રાફિકજામ થયા કરે છે છતા પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

