મોરબી: આમરણ ગૌશાળા ખાતે લમ્પી વાયરસથી દિવંગત બનેલ ગૌમાતાના આત્મશ્રેયાર્થે નવચંડી યજ્ઞ યોજાશે

લમ્પી વાયરસના કહેરથી સમગ્ર ગુજરાતમાં ગાય માતા રોગગ્રસ્ત બની હતી. તો ઘણા કિસ્સામાં ગાય માતાનું નિધન થયું હતું. ત્યારે મોરબીમાં આમરણ ગૌશાળા ખાતે આવતીકાલે લમ્પી વાઈરસથી દિવંગત બનેલ ગૌમાતાના આત્મશ્રેયાર્થે નવચંડી યજ્ઞ યોજાશે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર લમ્પિ વાયરસ ના આતંક સમયે મોરબીની આમરણ ગૌશાળા ખાતે ર૯ ગૌ માતા દેવલોક પામેલ હતી તેમજ એક મુખ્ય નંદી જસમત મહારાજ પણ દેવલોક પામ્યા હતા. ત્યારે તેઓની આત્માને શાંતિ મળે એ આશય સાથે આમરણ ગૌશાળામાં તારીખ ૧૯-૩-૨૦૨૩, રવિવાર નાં રોજ ‘નવચંડી યજ્ઞ’ યોજાશે. જે બાદ બપોરે ૧૧-૩૦ કલાકે મહા પ્રસાદ યોજાશે.

 

નોંધનીય છે કે આ સુંદર કાર્યમાં કોઇ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં નથી આવ્યું. તમામ ખર્ચ આમરણ ગૌશાળા ગ્રુપ તરફથી કરવામાં આવશે.

 

Comments
Loading...
WhatsApp chat