મોરબી નવલખી બંદરે પ્રથમ વખત મોટા બાજનું આગમન

નવલખી બંદરના નોટીકલ સર્વેયર કેપ્ટન એ.બી.સોલંકીની ઇન્ચાર્જ બંદર અધિકારી તરીકે નિમણુક બાદ નવલખી બંદરે ઉતરોતર પ્રગતી કરી છે જેમાં ટ્રાફિકનો વધારો, નવી જેટીનો પ્રોજેક્ટ, પીવાના પાણીની પાઈપલાઈન દ્વારા બંદરમાં તથા જુમાંવાડી વિસ્તારમાં પાણી પૂરું પાડવાનો પ્રોજેક્ટ પૂરો કર્યો છે તો આજે બંદરના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત એમ.વી. સાંધી ત્રિશુલ મીની બ્લક કેરિયર ૯૩ મીટરની લંબાઈ અને ૧૮ મીટર પહોળાઈ ધરાવતું GRT ૩૫૨૨ / NRT ૧૩૮૭ તથા ૪ મીટરથી વધારે ડ્રાફ્ટવાળું મોટું બાર્જ આજે નવલખી જેટી પર આવી પહોંચ્યું હતું. સાંઘી સિમેન્ટ દ્વારા આ નવું બાર્જ લેવામાં આવેલ છે તેમજ આ બાજનો ઉપયોગ પ્રથમવાર બ્લક સિમેન્ટ ભરી સાંધી બંદરેથી નવલખી બંદરે આવશે જે ઉદઘાટન ઉજવણી નવલખી બંદર ખાતે કરવામાં આવી હતી. તો આના લીધે લગભગ ડબલ સિમેન્ટ ત્યાંથી લઇ આવી શકાય છે

Comments
Loading...
WhatsApp chat