


ટંકારામાં વહેલી સવારથી જ અનરાધાર 12 ઈંચ વરસાદના ખાબકતા અનેક જગ્યાએ તારાજી થઈ છે. જેમાં સવારથી ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને NDRF સહિતની ટીમે રેસ્ક્યુ કરી બચાવ્યા હતા.ત્યારે ટંકારાના નાના-મોટા ખીજડીયા ગામનું તળાવ ભારે વરસાદના કારણે તૂટી જતા ગામ નજીક વાળામાં બાંધેલી ૧૫ જેટલી ભેંસો તણાઈ જવાથી મૃત્યુ થયાનું જાણવા મળી રહ્યું છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ ભેંસોના મૃત્યુની સંખ્યા વધવાની શક્યતા છે. ભારે વરસાદના પગલે ટંકારા તાલુકા પંચાયતની કચેરીમાં પાણી ઘુસી જવાથી કોમ્પ્યુટર અને મહત્વના દસ્તાવેજો પલળી જવાથી ભારે નુકસાની થવાનો અંદાજ મંડાય રહ્યો છે. જોકે હાલ ટંકારામાં વરસાદ ધીમો પડી જતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.