Billboard ad 1150*250

અધિકારીઓ ફરજ ભૂલ્યા, ગ્રામજનોએ કરાવ્યું ફરજનું ભાન

0 583
Post ad 1

        મોરબીના શાપર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ગુરુવારે બપોરે બાળક અકસ્માત પડ્યા બાદ ગ્રામજનો અને બાદમાં મોરબી ફાયરની ટીમના તરવૈયાઓ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું જોકે કેનાલમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે સર્ચ ઓપરેશનમાં અવરોધનો સામનો કરવો પડ્યો હતો જેને પગલે સ્થાનિક તંત્રની સુચનાથી ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલના પાણી બંધ કરવામાં આવ્યા હતા અને છેક બપોરે ચાર વાગ્યા બાદ બાળકનો મૃતદેહ તરવૈયાઓની ટીમને હાથ લાગ્યો હતો. જોકે સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ કેનાલના જે દરવાજા બંધ કર્યા હતા તે ખોલવામાં તંત્રએ બેદરકારી દાખવી હોવાનું ધ્યાન પર આવ્યું હતું જેને પગલે ગ્રામજનોએ નર્મદા કેનાલના અધિકારીઓને તાકીદ કરી હતી અને ગામના યુવાનોએ પણ દરવાજા ખોલવામાં મદદ કરી હતી. આ દરવાજા ખોલવાના રહી જવાથી એક સ્થળે કેનાલ ઓવરફલો થાય અથવા તો તેમાં ગાબડું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું જોકે આ મામલે ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલના એન્જીનીયર અને ડેપ્યુટી એન્જીનીયર સાથે સંપર્ક કરતા સંબંધિત અધિકારીઓ દરવાજાનું કામ પૂર્ણ કર્યા બાદ જ ગયા હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.

 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat