


તાજેતરમાં વલસાડ પોલીસે કરોડોની જમીનના કોભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં મોરબી નગરપાલિકા દ્વારા બોગસ દસ્તાવેજો બનાવાયા હોય જેમાં કર્મચારીઓની સંડોવણી ખુલ્યા બાદ હવે વિપક્ષે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર અને વિપક્ષના નેતા કે.પી. ભાગિયાએ પાલિકાને આડેહાથ લેતા જણાવ્યું છે કે મોરબી શહેરમાં અંધારપટ, કચરાના ઢગલા અને ઉભરાતી ગટરના પ્રશ્નો સિરદર્દ બન્યાચે અને મોરબી નગરપાલિકા એ ગ્રેડ હોવા છતાં કાયમી ચીફ ઓફિસર નથી મોરબી નગરપાલિકાના ભ્રષ્ટાચાર છાપરે ચડીને નહિ પર્નાતું ડુંગરે ચડીને પ્રકાશ્યું છે.
મયુરનગરીને કોભાંડનગરીનું બિરૂદ મળ્યું છે. લીલાપર રોડ પરના આવાસ યોજનાનું ત્રણ કરોડનું અંદાજીત બીલ કામ પૂર્ણ ના થયું હોવા છતાં કોના હુકમથી ચુકવણું થયું ? મોરબી નગરપાલિકાના બોગસ ડેથ સર્ટીફીકેટ મામલે બે રોજમદાર કર્મચારીઓનો ભોગ લેવાયો પરંતુ ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ સામે કેમ કોઈ પગલા ના લેવાયા તેવા સવાલો ઉઠાવ્યા છે
તો અંતમાં બેફામ બનેલા ભ્રષ્ટ અધિકારીઓ અને વલસાડથી ઉદભવેલ વંટોળ મોરબી નગરપાલિકાને ડંખ મારીને જ જંપશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હોવાનું જણાવીને ભ્રષ્ટાચાર મુદે શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.

