



મોરબી:મોરબી નગરપાલિકામાં મંજૂરી વગરના બોર્ડ લોકોને નડતરરૂપ જણાય છે. જાહેર રસ્તામાં મંજૂરી વગરના બોર્ડ લાગવાને કારણે દુર્ઘટના કે અકસ્માતની સંભાવના રહે છે. જેની સામે નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન અને ઉપપ્રમુખે મંજુરી વગરના બોર્ડને 3 દિવસમાં હટાવી લેવા તાકીદ કરી છે. નહીંતર આસમીના ખર્ચે બોર્ડ ઉતરાવી દંડ અને પેનલટી વસુલ કરવામાં આવશે તેની નોંધ લેવા નગરપાલિકાએ જાણ કરી છે.

