વિકાસ કામોની સમિક્ષા કરવા નગરપાલિકામાં મીટીંગ યોજાઈ

આજ રોજ મોરબી નગરપાલિકા કચેરી ખાતે મોરબી શહેરમાં જુદાજુદા વિકાસ કામો ની સમિક્ષા કરવા અને આશરે રૂ|. ૧૩ કરોડના  નવા વિકાસ કામો જેવા કે C.C રોડ ,પેવરબ્લોક રોડ, ગાર્ડન ડેવલોપ મેન્ટ વગેરે કામોનાચર્ચા કરવા માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી માળિયા વિસ્તારના ધારા સભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા,જે.પી.જેસ્વાણી, રીષીપભાઈ કૈલા, હશુભાઈ પંડ્યા,અશ્વિનભાઈ કોટક, દેવાભાઈ અવાડીયા તેમજ નગરપાલિકા પ્રમુખ મતિ ગીતાબેન કે.કંઝારીયા,ઉપ-પ્રમુખ ભરતભાઈ જારીયા,ચીફ ઓફિસર સાગરભાઈ રાડિયાએ ઉપસ્થિતિ વિકાસ કામોની ચર્ચા વિચારણા કરી હતી.

 

Comments
Loading...
WhatsApp chat