


મોરબી કોંગ્રેસ કાર્યલય મંત્રી એવો આક્ષેપ કર્યો છે કે મોરબી પાલિકા દ્વારા જે જાહેર સરકારી મેળો વેપારીઓ રીંગ કરે છે ના બહાના હેઠળ રદ્દ કરેલ છે તે ગરીબ અને સામાન્ય લોકોને મેળાના મનોરંજનથી દુર રાખવાનો તેમજ ખાનગી મેળા આયોજકોને તગડો નફો કરાવવાનો કારસો માત્ર છે. નગરપાલિકા દ્વારા આયોજિત મેળામાં લોકોને કોઈ એન્ટ્રી ફી હોતી નથી તેમજ વિવિધ રાઈડની ફી પણ વ્યાજબી હોય છે. જયારે પ્રાઇવેટ પાર્ટી દ્વારા યોજવામાં આવતા મેળામાં એન્ટ્રી ફી હોય છે ઉપરાંત મેળામાં દરેક વસ્તુના ભાવ પણ વધારે હોય છે. જેથી નાના મજુર વર્ગ અને સામાન્ય વર્ગને તે પોસાતું નથી જેથી તેઓ કાંતો જઈ નથી શકતા અથવા તો ફરજીયાત પોતાની હેસિયતથી વધારે ખર્ચ કરવો પડે છે. આમ નગરપાલિકા દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય ગરીબ તેમજ સામાન્ય અને માધ્યમ વર્ગના લોક વિરોધી અને પ્રાઇવેટ આયોજકોને લાભ કરાવવા સમાન છે. આ બાબતે નગરપાલિકાએ ફરીથી વિચાર કરી લોકમેળાનું આયોજન કરવું જોઈએ.