



મોરબી શહેરના મુખ્યમાર્ગો પર ભયજનક રીતે હોડીંગ્સ લગાવી દેવામાં આવ્યા છે. આ સિલસિલો જોકે વર્ષોથી ચાલતો આવે છે. મોરબી પાલિકા તંત્રની મંજુરી લેવાની કોઈ તસ્દી લેતું નથી અને મરજી પડે ત્યાં પોતાની કંપની, શાળા-કોલેજ કે દુકાનોના મસમોટા હોડીંગ્સ લગાવી દેવામાં આવતા હોય છે અને ચોમાસામાં ભારે પવન કે વાવાઝોડા જેવી સ્થિતિમાં આ હોડીંગ્સ ઉડીને પડતા હોય જે અકસ્માતો સર્જતા રહે છે ત્યારે મોરબી પાલિકામાં શાસનની ધુરા સંભાળનાર નવી બોડીએ હોડીંગ્સ લગાવી દેનાર ૩૬ પાર્ટીઓને નોટીસ આપીને તાકીદે હોડીંગ્સ ઉતારી લેવા માટે સુચના આપી દેવામાં આવી છે. મંજુરી વિના હોડીંગ્સ લગાવનાર પાર્ટીને તુરંત હોડીંગ્સ ઉતારી લેવાની સુચનાનો ત્વરિત અમલ કરવા પણ જણાવ્યું છે અને ત્યારબાદ દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. તેમ પણ પાલિકાના ઉપપ્રમુખ ભરતભાઈ જારીયાએ જણાવ્યું હતું.

