



મોરબીના સો ઓરડી વિસ્તારના રહેવાસી યુવાન શક્તિસિંહ રઘુવીરસિંહ ગોહિલ (ઉ.વ.૩૦) નામના યુવાને આજે હાઇવે પર ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આપઘાત કરનાર યુવાન શક્તિસિંહ ગોહિલ ટ્રક ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા હોય જેને આજે હાઈવે પરના શક્તિ ચેમ્બર નજીકના મનોજ ટ્રાન્સપોર્ટ પાસે પાર્ક કરેલી ટ્રકમાં પાછળના ભાગમાં તેને લટકીને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. યુવાનના મૃતદેહને પી.એમ.માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો છે. મૃતક યુવાન પરિણીત હોવાનું જાણવા મળ્યું છે જોકે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે કારણ હાલ જાણી સકાયું નથી.

