


મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાને લેખિત પત્ર દ્વારા પડકાર ફેંકીને રજૂઆત કરી છે કે તમે સુધરાઇના ભ્રષ્ટાચાર બાબતે ખુલ્લી ચર્ચા કરવા તૈયાર છો તેવું અનેક વખત કહ્યું છે. પાલિકામાં ભાજપના ટેકાથી શાસન ચાલે છે જેમાં અનેક ભ્રષ્ટાચારના કિસ્સા હોય, આ મામલે જાહેરચર્ચા કરવાની માંગ કરી છે. સુધરાઈનું બોર્ડ નહેરુ ગેઇટ ચોકમાં બોલાવવાની માંગ કરીને સમય અને તારીખ જે આપશો ત્યારે વિપક્ષ હાજર રહેશે. તે ઉપરાંત મોરબીની સિવિલ હોસ્પિટલની દારુણ સ્થિતિના અહેવાલો અખબારોમાં પ્રસિદ્ધ ટ થાય છે જે મામલે મોરબીની જનતાને પડતી તબીબી સારવારમાં મુશ્કેલી અંગે રસ લઈને તેનું નિરાકરણ લાવવું જોઈએ કારણકે રોગી કલ્યાણ સમિતિ અધિક્ષક તબીબ ધારાસભ્યના જ માનીતા હોવાથી આ મામલે પણ ચર્ચા કરવી જરૂરી બને છે. મોરબી પાલિકાના ભ્રષ્ટાચાર અને સિવિલની વહીવટી ગેરરીતી મામલે વિપક્ષ દ્વારા ધારાસભ્યને ખુલ્લો પડકાર ફેંકવામાં આવતા સ્થાનિક રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે જોકે આ પડકાર ભાજપના ધારાસભ્ય સ્વીકારે છે કે કેમ તે જોવું રસપ્રદ બની રહેશે.

