


મોરબીના બંધુનગર પાસે આવેલા ઇટાલીકા મોઝેક નામના ફેકટરીમાં સાંજના સમયે ડીઝીટલ મશીન વિભાગમાં આગ લાગી હતી. આગ લાગતા તુરંત કારખાનાના કર્મચારીઓ આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરુ કર્યો હતો તેમજ મોરબી ફાયરની ટીમને જાણ કરવામાં આવતા એક ટીમ સ્થળ પર પોહચી હતી અને પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ આવી ગયો હતો. જેમાં પ્રાથમિક કારણમાં શોટ સર્કીટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગમાં કોઈ જાનહાની થઇ નથી પણ મશીનરી માં નુકસાન થયું છે

