સોનું ડાંગર સામે કાર્યવાહીની કડક કાયવાહી કરવાની માંગ સાથે મોરબી મુસ્લિમ સમાજની રેલી

ઇસ્લામ મઝહબના મહાન પયગંબર સાહેબ વિશે સોનુ ડાંગરનો વિડિઓ વાઇરલ થયો છે જેમાં પયગંબર સાહેબ અને સમસ્ત મુસ્લિમ સમાજ વિશે ખુબજ ખરાબ ભાષામાં અપમાનજનક ટિપ્પણી કરવામાં આવેલ છે.જે મામાલે આજ રોજ મોરબીના સુન્ની મુસ્લિમ સમાજે આજે નહેરુ ગેઇટ ચોકથી વિશાલ બાઈક રેલી યોજી હતી જે રેલી કલેકટર કચરીએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું હતું.જેમાં જણાવ્યું હતું કે કોમવાદી વલણ ધરાવતી સોનું ડાંગરે મુસ્લિમ ધર્મના સ્થાપક અને પયગંબર હઝરત મહમદ સાહેબની શાનમાં ગુસ્તાખી કરી બેફામ વાણી વિલાસ અને અભદ્ર વર્તન સાથેનો વિડીયો બનાવી સોશ્યલ મીડિયા પર વાઈરલ કરી દેશમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે જેથી સુન્ની મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે. ઇસ્લામ ધર્મના અપમાનથી સુન્ની મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ અને રોષ ભભૂકી ઉઠ્યો છે. આવી કોમવાદી હીન વિચારધારા ધરાવતી સોનું ડાંગર વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલા ભરવાની માંગ કરી છે અને જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી ના કરાય તો મુસ્લિમ સમાજ આંદોલનનો માર્ગ અપનાવશે તેમ પણ જણાવ્યું છે તે ઉપરાંત તાજેતરમાં બર્મા ખાતે બાળકો, સ્ત્રીઓ પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તેને પણ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો છે.

Comments
Loading...
WhatsApp chat