મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી 

 

મુસ્કાન વેલ્ફેર સોસાયટીના કવિતાબેન મોદાણીએ પોતાના જન્મદિવસની ઉજવણી પ્રેરણાદાયી રીતે કરીને સમાજને નવી રાહ ચીંધી છે

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા કવિતા બહેનના જન્મદિવસની ઉજવણી મોરબીની રાષ્ટ્રીય શાળામાં નાના નાના ભૂલકાઓને તેમની સાથે બાળગીતો, જોડકણા, તથા અંગ્રેજી કવિતા એક્શન સાથે ગવડાવીને બાળકોને ખુશ ખુશાલ કર્યા હતા તેમજ ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા પ્રત્યેક વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ ચોપડા તથા શૈક્ષણિક કીટ તથા ચોકલેટ આપી જન્મદિવસની ઉજવણી કરી હતી..

આ પ્રોજેક્ટને સફળ બનાવવા કવિતાબેન મોદાણી, રંજનાબેન સારડા, પ્રીતિબેન દેસાઈ, નિશાબેન બંસલ, રેખાબેન મોર, ચેતનાબેન અગ્રવાલ, મયુરીબેન કોટેચા, બબીતાબેન સાંગી, જ્યોતિબેન શર્મા, સારિકાબેન સિંહા, અરુણાબેન સિંગ, ચંદાબેન કાબરા, ક્રિષ્નાબેન કાબરા, અંજલી મહેશ્વરી, કિરણ પ્રિત કોર, ઉમાબેન અગ્રવાલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા..

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat