

મોરબીમાં શુક્રવારે સર્વત્ર મેઘમહેર થયા બાદ મોડી રાત્રીથી મેઘરાજા મહેરબાન થયા હતા. શુક્રવારે સાંજ સુધીમાં ટંકારામાં સવા બે અને માળિયા પંથકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો અને મોરબી પંથકમાં પણ દોઢ ઇંચ વરસાદ વરસ્યા બાદ શુક્રવારે રાત્રીથી એકધારો વરસાદ ચાલુ છે અને શનિવારે સવારથી મુશળધાર વરસાદ વરસતા સવાર સુધીમાં ટંકારામાં વધુ ૫૫ મીમી વરસાદ નોંધાયો હતો જયારે મોરબી અને વાંકાનેરમાં એક એક ઇંચથી વધુ તો હળવદમાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. મોરબી જીલ્લામાં સર્વત્ર મેઘમહેરની સ્થિતિ જોવા મળી રહી છે. મોરબીના શનાળા રોડ મુશળધાર વરસાદને પગલે મુખ્યમાર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.