Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી નગરપાલિકાનું પુરાંતલક્ષી ૩૫૨૮૯.૩૮ લાખનું બજેટ મંજુર

એતિહાસિક ઝુલતા પુલની જાળવણીમાં રસ ના હોય તેવો ઘાટ સર્જાયો

મોરબી નગરપાલિકાના વર્ષ ૨૦૧૮-૧૯ ના નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર રજુ કરવા માટે આજે સામાન્ય સભા યોજવામાં આવી હતી જેમાં આગામી વર્ષનું ૩.૧૪ લાખની પુરાંતવાળું કુલ ૩૫૨૮૯.૩૮ લાખનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું દર વખતેની જેમ આ વેળાએ પણ મોરબી પાલિકાનું ફૂલ ગુલાબી બજેટ રજુ કરવામાં આવ્યું છે જે પુરાંતલક્ષી બજેટમાં મહેસુલી આવક ૫૧૨૩ લાખ, મૂડીકૃત આવક ૭૩૭ લાખ અને ગ્રાન્ટ આવકો ૧૫૪૭૭ લાખ દર્શાવવામાં આવી છે

જેની સામે મહેસુલી ખર્ચ ૪૮૫૩ લાખ, મૂડીકૃત ખર્ચ ૯૯૫ લાખ દર્શાવવામાં આવ્યો છે અને કુલ ૩૫૨૮૯ લાખની કદનું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું છે બજેટ ઉપરાંત આજે સામાન્ય સભામાં કુલ ૪૨ એજન્ડાઓનો સમાવેશ કરવામાં આવેલ જેમાં ૧૪ એજન્ડા પેન્ડીંગ રાખવામાં આવેલ જયારે બાકીના તમામ એજન્ડાઓ બહુમતીના જોરે શાસક પક્ષ ભાજપે સર્વાનુમતે પસાર કર્યા હતા

વિપક્ષની દરખાસ્ત સંબંધી એજન્ડાઓ પેન્ડીંગ

આજે પાલિકાની સામાન્ય સભામાં નક્કી થયેલા એજન્ડા પૈકીના ૧૪ એજન્ડાઓ પેન્ડીંગ રાખવામાં આવ્યા હતા જયારે બાકીના એજન્ડા શાસક પક્ષ ભાજપે બહુમતીના જોરે મંજુર કર્યા હતા તો પેન્ડીંગ રખાયેલા એજન્ડાઓ વિપક્ષના સદસ્યોની દરખાસ્ત અને અરજી સંબંધિત હોય જેથી તે પેન્ડીંગ રાખી વિપક્ષ કોંગ્રેસનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે

ઝૂલતો પુલ સંભાળવાનો નિર્ણય પેન્ડીંગ ?

મોરબીના ગૌરવ સમાન એતિહાસિક વારસો એવા ઝુલતા પુલનો ખાનગી કંપનીએ વહીવટ સાંભળ્યા બાદ ફરીથી આ ઝુલતા પુલનો વહીવટ પાલિકાને શિરે આવ્યો છે જે આજની સામાન્ય સભાના એજન્ડામાં પણ સામેલ કરવામાં આવેલ જોકે અન્ય એજન્ડાઓની માફક આ એજન્ડા પણ પેન્ડીંગ રાખવામાં આવ્યો છે ત્યારે મોરબી પાલિકા એતિહાસિક વારસાના જતન માટે કેટલું ગંભીર છે તે પણ સમજી સકાય છે.

 

Comments
Loading...
WhatsApp chat