મોરબી પાલિકાની પેટા ચુંટણી, પ્રથમ બે કલાકમાં માત્ર છ ટકા જેટલું નીરસ મતદાન

મોરબી નગરપાલિકાના વોર્ડ નં ૦૨ ની એક બેઠક પર આજે પેટા ચુંટણી યોજાઈ રહી છે જેમાં વિવિધ મતદાન મથકોએ સવારથી પોલીસના બંદોબસ્ત વચ્ચે મતદાન શરુ થયું છે જોકે પેટા ચુંટણીમાં નીરસ મતદાન જોવા મળ્યું છે અને માત્ર છ ટકા મતદાન જ નોંધાયું છે

મોરબી પાલિકામાં ભાજપ પાસે ૨૬ અને કોંગ્રસ પાસે ૨૫ સભ્યોના સંખ્યાબળ સાથે યોજાઈ રહેલી એકમાત્ર પેટા ચુંટણીમાં જીત મેળવવી બંને પક્ષો માટે જરૂરી હોય ત્યારે આજે વોર્ડ નં ૦૨ ની એક બેઠકની પેટા ચુંટણી માટે સવારથી શરુ થયેલા મતદાનમાં મતદારોએ નીરસતા દાખવી હતી અને સવારે ૮ થી ૧૦ એમ પ્રથમ બે કલાકમાં માત્ર છ ટકા જ મતદાન નોંધાયું છે

Comments
Loading...
WhatsApp chat