મોરબી નગરપાલિકા વેરો વધારી ભ્રષ્ટાચારથી ખાલી થયેલ તિજોરી ભરવાનો પ્રયાસ કરે છે : કોંગ્રેસ


મોરબી નગરપાલિકાના ભાજપના સદસ્ય પાલિકામાં સતા દરમિયાન આડેધડ પેસાનો ગેર ઉપયોગ કરી પ્રજાએ ભરેલા ટેક્ષના પેસા આડેધડ વાપરી પોતાના ખિસ્સા ભર્યા છે જેથી નગરપાલિકાની તિજોરી ખાલી થઇ ગઈ છે ત્યારે ખાલી તિજોરી ભરવા માટે પ્રજા પર ૩૦૦ ટકા વેરો વધારો કરવા જઈ રહી છે જે પ્રજાને પડ્યા પર પાટું જેવો ઘાટ કહી સકાય તેમ કોંગ્રેસે પ્રહારો કરતા જણાવ્યું છે
હાલ મોંઘવારીએ માઝા મૂકી છે લોકો પાસે રોજગાર નથી પ્રજા પોતાનું ગુજરાન માંડ ચલાવી રહી છે ત્યારે નગરપાલિકા પ્રજાને સુવિધા આપવાને બદલે વિકાસના નામે વેરામાં વધારો કરવા જઈ રહી છે તે કેટલું વ્યાજબી છે ? તેવો સવાલ કોંગ્રેસ આગેવાને ઉઠાવ્યો છે વિકાસના નામે વેરો વધારવા માંગતી ભાજપ શાસિત નગરપાલિકામાં છેલ્લા બે વર્ષમાં શું વિકાસ કાર્યો થયા છે અને હવે પાલિકાના વહીવટ કયો વિકાસ કરવાના છે તે પ્રજા જાણવા માંગે છે તેવા સવાલો ઉઠાવી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે ડી પડસુંબીયા, કે ડી બાવરવા સહિતના આગેવાનોની યાદીમાં જણાવ્યું છે