


ધારાસભ્યએ પ્રમુખ અને ચીફ ઓફિસરને કરી રજૂઆત
મોરબી નગરપાલિકામાં ગંદકી અને પીવાના પાણીના પ્રશ્ને મહિલાઓને ટોળા કચેરીએ આવતા હોય છે અનેક વિસ્તારના લોકો પોતાની રજૂઆત કરવા આવતા હોય છે ત્યારે ગંદકી તેમજ પાણીના પ્રશ્નને પાલિકા તંત્ર અગ્રતા આપે તેવી માંગ ધારાસભ્યએ કરી છે
મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું છે કે મોરબી નગરપાલિકામાં પીવાના પાણી અને ગંદકી દુર કરવા વ્યાપક રજુઆતો આવે છે જે મામલે અગાઉ પણ મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરનું ધ્યાન દોરીને સમયસર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી છે હાલ લોકસભાની ચુંટણીની આચારસંહિતા અમલી હોય જેથી ચૂંટાયેલી પંખની મર્યાદાઓ હોય ત્યારે પાલિકાના ચીફ ઓફિસરના તાબા હેઠળ તમામ વહીવટી તંત્રએ સક્રિયતા દાખવીને લોકોના સફાઈ, ગટર વ્યવસ્થા અને પીવાના પાણીના પ્રશ્નો બાબતે ખાસ તકેદારી સેવવામાં આવે તેમ જણાવ્યું છે
મોરબીની પ્રજાને નિયમિત પીવાનું પાણી સમયસર પૂરતા પ્રમાણમાં મળે, લાઈટ અને ગટર વ્યવસ્થા જળવાય અને ગંદકી નાબુદ કરવામાં આવે તે માટે કામગીરી સઘન બનાવવી જરૂરી છે તે ઉપરાંત મોરબીના પીવાના પાણીની નર્મદા આધારિત પાણી પુરવઠા યોજનામાંથી વધુ પાણીનો જથ્થો ફાળવવાની રજૂઆત કરી છે આમ મોરબી શહેરના પ્રજાની સફાઈ, લાઈટ, પીવાનું પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો અંગે વહીવટી તંત્ર વધુ લક્ષ આપે તેવી જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો છે