આનંદો ! મોરબી નગરપાલિકાએ ટોલ ફ્રી સેવા શરુ કરી

સૌરાષ્ટ્રની સૌથી મોટી અને એ ગ્રેડમાં સ્થાન પામતી મોરબી નગરપાલિકા દ્વારા નગરજનોની સુખાકારી માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે જે નંબર પરથી નાગરિકો માહિતી મેળવી શકશે તેમજ પોતાના વિસ્તારની ફરિયાદો પણ નોંધાવી શકશે.

મોરબી નગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે મોરબી નગરપાલિકાના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૨૨૯૦ પર નાગરિકો ફોન કરીને માહિતી મેળવી શકશે તો પોતાના વિસ્તારમાં ગટર, રોડ રસ્તા કે પાણી જેવી સમસ્યાઓની ફરિયાદ પણ કરી શકશે જેથી હવે નાગરિકોને નાના અમસ્તા કામ માટે પાલિકા કચેરીએ ધક્કો ખાવો નહિ પડે અને મોરબીના નાગીર્કોની સુખાકારીમાં વધારો થશે

Comments
Loading...
WhatsApp chat