Billboard ad 1150*250

મોરબી શહેરના ૧૬ માર્ગો 3.૬૬ કરોડના ખર્ચે નવા બનાવવા પાલિકાની દરખાસ્ત

0 130
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

પાલિકાએ ૧૬ કામોનું લીસ્ટ મંજુરી માટે મોકલ્યું

Post ad 2

        મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં ભારે વરસાદને કારણે શહેરના મુખ્યમાર્ગો તૂટી ગયા છે અને ઠેર ઠેર ગાબડા જોવા મળે છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા શહેરના ૧૬ નવા રસ્તાઓ 3.૬૬ કરોડ ના ખર્ચે બનાવવા માટે સરકારમાં મંજુરી માટે દરખાસ્ત મોકલી છે

        મોરબી નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા અને ચીફ ઓફિસર સાગર રાડિયા દ્વારા મોરબી શહેરના ૧૬ રોડના કામો માટે ટી એસ માટે માર્ગ અને મકાન વિભાગને યાદી મોકલી દરખાસ્ત કરવામાં આવી છે જેમાં આસ્વાદ પાનથી સુપર સિનેમા સુધી સીસી રોડ રૂ. ૧૮,૫૧,૬૪૪, નગરપાલિકા ઓફીસથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધી ડામર રોડ રૂ ૨૧,૩૨,૭૦૦ ના ખર્ચે, નાગરિક બેંકથી રામચોક સુધી ડામર રોડ રૂ ૪.૨૮ લાખના ખર્ચે, એવન્યુ પાર્કથી નગરપાલિકા ઓફીસ સુધી ડામર રોડ રૂ ૨૨,૩૬,૪૦૦ ના ખર્ચે, સુપર ટોકીઝથી ત્રિકોણ બાગ સુધી ડામર રસ્તાનું કામ રૂ ૭,૨૭,૫૦૦ ના ખર્ચે, શ્રદ્ધાપાર્કથી કંડલા બાયપાસ સુધી ડામર રોડ રૂ ૪૯,૫૧,૦૦૦ ના ખર્ચે, ત્રિકોણ બાગથી કલેકટર બંગલા સુધી ડામર રોડ રૂ ૧૩,૩૩,૬૦૦ ના ખર્ચે,

કલેકટર બંગલાથી સુપર ટોકીઝ સુધી ડામર રોડ રૂ ૧૩,૫૭,૪૦૦ ના ખર્ચે, વસંત પ્લોટ ચોકથી જેલ રોડ સુધી ડામર રોડનું કામ રૂ ૧૬,૧૮,૬૦૦ ના ખર્ચે, આસ્વાદ પાનથી માધાપરના ગેટ સુધી સીસી રોડ રૂ ૩૬,૩૩,૩૧૭ ના ખર્ચે, શક્તિ પ્લોટ મેઈન રોડ સીસી રોડ રૂ ૩૧,૨૩,૨૪૨ ના ખર્ચે તેમજ વૃંદાવન સોસાયટીમાં સીસી રોડ રૂ ૨૫,૭૪,૫૬૧ ના ખર્ચે, એવન્યુ પાર્ક નાકાથી રવાપર રોડ ગાંધી ચોક ડામર રોડ રૂ ૧૫,૫૫,૭૦૦ ના ખર્ચે અને સરદાર બાગથી શક્તિ પ્લોટ મેઈન રોડથી વસંત પ્લોટ કોર્નર સુધી સીસી રોડ રૂ ૧૦,૧૫,૦૪૪ ના ખર્ચે મળીને શહેરના મુખ્ય ૧૬ માર્ગો રૂ 3,૬૬,૫૭,૨૩૬ ના ખર્ચે બનાવવા મંજુરી માંગવામાં આવી છે અને મંજુરી મળ્યે આગળની કાર્યવાહી કરાશે તેમ પાલિકા પ્રમુખ પાસેથી જાણવા મળ્યું છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat