

મોરબી નગરપાલિકાના ટેક્સ સુપ્રી. અને મોરબી મ્યુ. કર્મચારી એમ્પ્લ્યોઝ યુનિયનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાનું આજે દુખદ અવસાન થયું હોય જેથી આજે મોરબી નગરપાલિકાનું કામકાજ બંધ રહેશે
નરેન્દ્રસિંહ જાડેજાના અવસાનથી પાલિકાના તમામ કર્મચારીઓ દુખી છે અને આજે નગરપાલિકા કચેરીએ પણ કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને અરજદારોને મુશ્કેલી ના નડે તે માટે પાલિકાના મુખ્ય દ્વાર પર જ બોર્ડમાં નોટીસ લગાવી દેવામાં આવી છે
નરેન્દ્રસિંહ જાડેજાનું દુખદ અવસાન / બેસણું
મોરબી તા. ૦૧ :- મોરબી નગરપાલિકા ના ટેક્સ સુપ્રી. નરેન્દ્ર સિંહ બાલુભા જાડેજા ( પ્રમુખ મોરબી મુનિસિપાલિટી એમ્પ્લો.યુનિયન) તેમજ દિલીપસિંહ, સ્વ.જગતસિંહ, રાજેન્દ્રસિંહ , ગજેન્દ્રસિંહના ભાઈ તથા પુષ્પરાજસિંહ, જયરાજસિંહના પિતાનું તા.૦૧ ના રોજ દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૦૬-૦૯ ને ગુરુવારે સાંજે ૦૪ થી ૦૬ તેમના નિવાસ સ્થાન કાલિકા પ્લોટ-૧ ખાતે રાખેલ છે