



મોરબી શહેરમાં પ્રાણ પ્રશ્ન સમાન ટ્રાફિકના પ્રશ્નના ઉકેલ માટે પાલિકા અને પોલીસની ટીમ સતત મથામણ કરી રહી છે જેમાં ગત મોડી રાત્રીના દબાણ હટાવો ઝુંબેશમાં પાલિકા અને પોલીસની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને દબાણો પર ઘોસ બોલાવી હતી
મોરબીમાં આધેધડ મંજુરી વિના જ્યાં ત્યાં હોડીંગ્સના ખડકલા કરી દેવામાં આવ્યા છે તો ગમે ત્યાં રેકડી અને કેબીનોના દબાણો જોવા મળે છે ત્યારે ગત મોડી રાત્રીના સમયે જીલ્લા એસપી ડો કરનરાજ વાઘેલા અને પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરાની ઉપસ્થિતિમાં પાલિકા અને પોલીસે દબાણ હટાવો ઝુંબેશ આદરી હતી
જેમાં ભક્તિનગર સર્કલથી દબાણ હટાવો ઝુંબેશનો આરંભ કર્યા બાદ ૧૦૦ થી વધુ હોડીંગ્સ તેમજ ૧૫ થી વધુ રેકડી અને કેબીનો સહિતના દબાણો હટાવી દેવામાં આવ્યા હતા અને દબાણ હટાવો ઝુંબેશ ચાલુ રાખીને મુખ્ય બજારોના દબાણો હટાવવામાં આવનાર હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે



