મોરબી : ચીફ ઓફિસર ગીરીશ સરૈયાની નોડલ ઓફિસર તરીકે નિમણુક



રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશ્નર દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયાની મોરબી જિલ્લાના નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રાજકોટ ઝોન હેઠળ આવતી ૬ જિલ્લાની નગરપાલિકાઓ વચ્ચે વહીવટી અને માહિતીઓનું સંકલન થાય તે હેતુથી પ્રાદેશિક કમિશ્નર દ્વારા ૬ જિલ્લામાં નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. જે મુજબ રાજકોટમાં અમિત પંડ્યા, પોરબંદરમાં રૂદ્રેશ હુદડ, જામનગરમાં અશ્વિન વ્યાસ, દેવભૂમિ દ્વારકામાં ચેતન ડુડીયા, કચ્છમાં નીતિન બોડાત અને મોરબીમાં ગિરીશ સરૈયાની નોડલ ઓફિસર તરીકે વરણી કરવામાં આવી છે.
તમામ નોડલ ઓફિસરો પ્રાદેશિક કમિશ્નર કચેરી અને જિલ્લાની નગરપાલિકાઓના સતત સંપર્કમાં રહીને વહીવટી મુદાઓ તથા સરકારને મોકલવાની થતી માહિતીઓનું સતત મોનીટરીંગ અને સંકલન કરશે.

