મોરબી: મુકેશ કુંડારીયાની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની MSME કમિટીમાં નિમણુંક

મોરબીના યુવા ઉદ્યોગપતિ અને સીરામીક એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા સતત સીરામીક ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપતા રહ્યા છે. તેમના આ અભિનવ કાર્ય બદલ હાલ તેમને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ( GCCI )ની MSME કમિટીમાં સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, MSME સેક્ટરમાં સ્ટાર્ટઅપ કરતા અને લઘુ ઉદ્યોગકારોનો સમાવેશ થાય છે. ત્યારે મુકેશભાઈના આગવા વિઝનનો લાભ હવે MSMEના ઉદ્યોગકારોને મળશે. હાલ તેમની આ સિદ્ધિ બદલ શુભચિંતકો તરફથી મોરબી તેમજ દેશ વિદેશ માંથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

Comments
Loading...
WhatsApp chat