Billboard ad 1150*250

મોરબી : એમ પી સેઠ સ્કૂલની વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની તાલીમ અપાઈ

0 97
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મહિલા પખવાડીયાની ઉજવણીના અંતિમ દિવસે મહિલા શારીરિક સૌષ્ઠ દિવસની ઉજવણી મોરબીની એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલ મધ્યે કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત શાળાની વિદ્યાર્થિનીઓને સ્વબચાવની પ્રયુક્તિઓ તેમજ કરાટેના વિવિધ પ્રકારના દાવનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

Post ad 2
Post ad 3

મહિલા સૌષ્ઠવ દિનની ઉજવણી બુધવારે મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, પ્રાંત યુવા વિકાસ અધિકારી નિયતીબેન અંતાણી અને બુદ્ધભાઇ નાકીયા, જિલ્લા રમતગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ પાર્થ ચૌહાણ દ્વારા શાળાની વિદ્યાર્થિનીઓને સ્વબચાવની તાલીમ આપી હતી. કોચ દ્વારા વિદ્યાર્થિનીઓને  હિંમતભેર કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કરાટેના વિવિધ દાવો પણ શીખવાડવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થિનીઓને યોગના વિવિધ  આસનો અંગે પણમાહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્ય ઊષાબેન જાદવ દ્વારા સૌ અધિકારીઓને આવકારીરાજય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમ એમ.પી. શેઠ હાઇસ્કુલમાં યોજી વિદ્યાર્થિનીઓને ટ્રેઇનીંગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat