મોરબી : અગાઉના ઝધડાનો ખાર રાખી માતા-પુત્રને માર માર્યો

મોરબીના યમુનાનગરમાં અગાઉના ઝધડાનો ખાર રાખી મહિલા સહીત બે ને મૂઢ માર મારી ગાળો આપીને તલવાર વડે ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

મોરબીના યમુનાનગરમાં રહેતા કાનજીભાઈ ગોવિંદભાઈ ચાવડાએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી ધર્મેશ કાનજીભાઈ લાવડીયા, જયેશ કાનજીભાઈ લાવડીયા, ચિરાગ બાવાજી અને હાર્દિક મુકેશભાઈ હુંબલ સાથે અગાઉ ઝધડો થયેલ હોય જેનું ખાર રાખી ફરિયાદી કાનજીભાઈની માતાના ઘર પાસે આવીને ફરિયાદી કાનજીભાઈની માતાને ઢીકા પાટુંનો મૂઢ માર મારી ગાળો આપી તથા ફરિયાદી કાનજીભાઈને આરોપી ધર્મેશએ ડાબા હાથે કોણી પાસે તલવાર માર ઈજા કરી તથા આરોપી જયેશ, ચિરાગ અને હાર્દિકે ધોકા તેમજ પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કાનજીભાઈએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

Comments
Loading...
WhatsApp chat