મોરબી-માળિયામાં દારૂના દરોડા, દેશી-ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી પોલીસે દેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપ્યો

મોરબી સીટી બી ડિવિઝનના પી.આઇને મળેલી ખાનગી બાતમીના આધારે મચ્છુ નદીના પટ પરથી ૧૫૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરવમાં આવી છે .

મોરબી બી ડિવિઝન પી.આઈ આઈ.એમ.કોંઢીયાને મળેલી ખાનગી બાતમીના આધારે વેજીટેબલ રોડ પર ઉમા સ્કૂલની સામે, સ્મશાનની પાછળ, મચ્છુ નદીના પટમાં દેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં પડ્યો છે જેથી બી ડીવીઝન ટીમના કિશોરદાન ગઢવી, એ.પી.જાડેજા, વનરાજસિંહ ચાવડા, અર્જુનસિંહ ઝાલા અને મુકેશભાઈ સહિતની ટીમે ત્યાં દોરડા પાડતા ૧૫૦ લીટર દેશી દારૂનો જથ્થો કિંમત રૂ. ૩૦૦૦ આ દેશી દારૂનો જથ્થો હૈદર હબીબ જામ ઉ.વ.૪૨ ની ધરપકડ કરી અને દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કેટલા સમયથી આ દારૂનો જથ્થો આવતો અને બીજા કોની સડોવણી છે તેની પોલીસ તપાસ ચલાવી રહી છે

માળિયા પોલીસે દારૂના જથ્થા સાથે એકને ઝડપ્યો

        માળિયા પોલીસે ગતરાત્રીના સમયે પેટ્રોલીગમાં હતી ત્યારે હાઈવે પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા શખ્શને રોકી તલાશી લેતા તેની પાસેથી ૭ બોટલ વિદેશી દારુ મળી આવ્યો હતો જેની કીમત રૂપિયા ૨૮૦૦ મળી આવતા આરોપી યાસીન ઇશાક જેડાને પોલીસે દારૂના જથ્થા સાથે ધરપકડ કરી છે અને દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે 

Comments
Loading...
WhatsApp chat