



મોરબી તાલુકાના મોડપર ગામના સંઘ મંડળ મોડપર ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. મોડપર ગામના ૩૦ યુવાનો પર્યાવરણને બચાવવા માટે અભિયાન શરુ કર્યું છે જેમાં આ યુવાનોએ તાજેતરમાં વૃક્ષારોપણ કરીને તેના જતન કરવાનો સંકલ્પ કર્યો છે. ગામના ૩૦ જેટલા યુવાનો દ્વારા ૮૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે ખરા સમયે વૃક્ષના વાવેતર કરીને તેના જતન કરવામાં આવી રહ્યા છે. ગામના લોકો દ્વારા ફાળો એકત્ર કરીને વૃક્ષોના રક્ષણ માટે પાંજરા લગાવીને રોડની બંને બાજુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. નાના એવા ગામના યુવાનોએ વૃક્ષારોપણ અભિયાન છેડીને પર્યાવરણના જતન માટે અન્યને પણ પ્રેરણા પૂરી પાડી છે.

