નવલખી બંદરના જુમાંવાડી નજીક રસ્તે ચાલીને જતી યુવતીને ટ્રેલરે હડફેટે લીધી




પોલીસ પાસેથી મળતી વિગત અનુસર ગફુરભાઈ સતારભાઈ જામએ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે તેના બહેન ફરીનાબેન ધનબેન નુરાભાઈ જેડા(ઉ.૨૫) સાંજનાં સમયે જુમાંવાડી નવલખી બંદરથી જતા હતા તે દરમિયાન ટ્રેલર જીજે ૩૬ ટી ૯૪૯૯ પુર ઝડપે આવતા તેના બહેનને હડફેટે લીધા હતા.તેનું મૃત્યુ નીપજ્યું હતું.માળિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

