મોરબી સુન્ની મુસ્લીમ સમાજ યુવા ગૃપએ માળીયાના અસરગ્રસ્ત લોકોને સહાય પહોચાડી

મોરબીમાં પડેલ ભારે વરસાદ અને ડેમના ઉપરવાસ માંથી ભરપુર પ્રમાણમાં પાણીની આવકને પગલે ડેમમાંથી મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું જેને લીધે માળિયા તથા તેની આસપાસના વિસ્તારમાં પુરની સ્થિતિ જોવા મળી હતી.જેમાં માળિયામાં મચ્છુ નદીના પાણીએ ભારે તારાજી સર્જી હતી તેમાં લોકોના ઘર પાણીમાં ગરકાવ થતા ઘરવખરી સહિતની ચીજ વસ્તુઓનો નાશ થયો હતો.માળિયા પુર અસરગ્રસ્ત લોકને મદદ કરવા  તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે અસરગ્રસ્ત લોકોને કોઈ પણ જાતની હાલાકી ન પડે તે માટે સેવાભાવી સેવાભાવી લોકોએ સહાયનો ધોધ વસાવ્યો છે.જેમાં આજ રોજ મોરબી સુન્ની મુસ્લીમ સમાજ યુવા ગૃપ દા્રા માળીયા(મીં)માં થયેલ નુકસાની હેઠળ સહાય હેતુ ગઈકાલ ૪ અને આજ રોજ ૩ એમ કુલ સાત ગાઽી જરૂરી ચીજ વસ્તુના વિતરણ માટે રવાના કરવામાં આવી છે.

 

Comments
Loading...
WhatsApp chat