Billboard ad 1150*250

મોરબીના ધારાસભ્યની મહેનત રંગ લાવી, ૧૪ રસ્તાના કામો માટે ૧૫ કરોડના કામો મંજુર

0 336
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબી-માળિયા (મી.) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પોતાના મત વિસ્તારના જુદા જુદા રસ્તાઓ માટે છેલ્લા દોઢ વર્ષથી જુદા જુદા તબક્કે રાજ્ય સરકારમાં કરેલ દરખાસ્તોને સતત ફોલોઅપ કરીને મંજુર કરાવવા સેવેલ તકેદારીને પગલે ૧૪ રસ્તાના ૧૫ કરોડના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે

        ધારાસભ્ય બ્રિજેશ મેરજાની સતત મહેનત અને અસરકારક રજૂઆતને પગલે માળિયાના નાનાભેલા- તરઘરી વચ્ચે આઝાદી પછી પ્રથમ વખત ૪ કિમીનું અંતર ધરાવતા ગાડા માર્ગને ડામર સપાટીથી મઢવા માટે રૂ ૨૨૬ લાખના ખર્ચે રસ્તો મંજુર કરાવીને ટેન્ડર બહાર પાડવા સુધીની પ્રક્રિયા પૂર્ણ કરાવી છે તે ઉપરાંત ચાંચાવદરડામાંથી નવા વસવાટ પામેલા નીરૂબેનનગરn પણ રૂ ૨૭ લાખના ખર્ચે રાજ્ય ધોરીમાર્ગને જોડતો એપ્રોચ રોડ મંજુર કરાવી ટેન્ડર બહાર પાડેલ છે નવલખી બંદર તરફ જતા રાજ્ય ધોરીમાર્ગથી વર્ષામેડીનો 3 કિમી બિસ્માર રસ્તો રૂ ૮૦ લાખના ખર્ચે રી સર્ફેસ કરાવવાનું પણ ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે તે ઉપરાંત મોરબી તાલુકાના શ્રીમળ રાજચંદ્રના નામ સાથે સંકળાયેલ મોટા દહીંસરા વવાણીયા રોડ, મોટાભેલા-ભાવપર રોડ, હરીપર ગાળા રોડ, રોહીશાળા એપ્રોચ રોડના નોન પ્લાન રોડ કામોના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે જે રસ્તાઓની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે તેમજ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કામોના સંબંધિત ઈજનેરોને તાકીદ કરી છે કે નબળી ગુણવત્તાનું કામ સહેજ પણ ચલાવી લેવામાં નહિ આવે.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat