મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે વરણી


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા માળખામાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે બ્રિજેશ મેરજાને રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોપેલ જવાબદારીને મોરબી પંથકમાંથી ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે અને એક સંઘર્ષશીલ અને મુલ્યનિષ્ઠ ગાંધી વિચારધારાને વરેલા આગેવાનને પ્રદેશમાં મળેલ ઉચ્ચ કોટીના દરજ્જાને લીધે સર્વત્ર આનંદની લહેર ઉઠી છે જયારે પ્રદેશ મંત્રી તરીકે જયેશ કાલરીયની વરણીને કોંગ્રેસી આગેવાનો આવકારી રહ્યા છે
બ્રિજેશ મેરજાએ ગુજરાત સરકારમાં ઉચ્ચ દરજ્જાના અધિકારી તરીકે એક નામના મેળવી હતી ત્યારબાદ કોંગ્રેસ પક્ષમાંથી એક જાહેર જીવન શરુ કરીને મોરબી પંથકમાં કોંગ્રેસને બેઠી કરવાનું બીડું ઝડપ્યું હતું તેમની કોંગ્રેસના સંગઠન માટેની અથાગ મહેનત, સૌ જ્ઞાતિને સાથે રાખવાની માનસિકતા તેમજ પ્રજાજનો સાથે વિવેકપૂર્ણ વ્યવહાર તેમની સફળતામાં પુરક બન્યા છે
મોરબી ઈજ્લ્લા કોંગ્રેસના એક સફળ સુકાની તરીકે તેમને રાજકોટ જીલ્લાના પડકારભર્યા કોંગ્રેસ પ્રમુખ તરીકેની કામગીરીને પણ સફળતાપૂર્વક નિભાવી હતી સમગ્ર સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ સંગઠન માટે તેમને વ્યાપક પ્રવાસો ખેડીને કામગીરી ખુબ પરિશ્રમપૂર્વક નિભાવી છે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં પ્રદેશ ડેલીગેટ તરીકે તેમજ પ્રદેશ મંત્રી તરીકે તેઓ કામ કરી ચુક્યા છે ગુજરાત પ્રદેશના પાંચ જેટલા પ્રમુખો સાથે તેમને પ્રદેશ કક્ષાએ સંગઠનનું કામ કરવાનો મોકો મળ્યો છે
૨૦૧૨ માં વિધાનસભામાં પડકારભર્યા ચુંટણી જંગમાં મોરબી બેઠક પરથી ખુજ જ ઓછા મતે હારવા છતાં સતત લોકોની વચ્ચે રહેલા અને પ્રજાના પ્રશ્નો માટે જન સંપર્ક કાર્યાલય ખુલ્લું મૂકીને લોકોને મદદ કરતા રહ્યા તેમની જીવંત લોક સંપર્ક કામગીરી થકી ૨૦૧૭ માં મોરબી માળિયાના ધારાસભ્ય તરીકે તેઓ વિજયી બન્યા હતા આવા આગેવાનની પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે થયેલી વરણીને કોંગ્રેસના આગેવાનો આવકારી રહ્યા છે