Billboard ad 1150*250

મોરબીના ધારાસભ્યએ શહેરના કામો માટે ૫૦ લાખની ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવવા જાહેરાત કરી

0 98
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી શહેરમાં અતિવૃષ્ટિને કારણે રસ્તાઓ બિસ્માર બન્યા છે અને શહેરના નાગરિકો માટે શૌચાલય સુવિધા વધુ વિકસાવવી પણ અનિવાર્ય બની છે તેમજ શહેરની જૂની ગટરના નાના-મોટા મરામતના અભાવે ઉભી થતી સ્થિતિ નિવારવા અને મોરબી સીટી બસના ઉતારૂઓ માટે પીકઅપ સ્ટેન્ડ બનાવવા સહિતના કામો માટે રૂ ૫૦ લાખની ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી છે

        મોરબી શહેરના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા માટે નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, ઉપપ્રમુખ એમણાબેન મોવર, ચીફ ઓફિસર સાગર રાડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારી અને કાઉન્સિલરોની તાકીદની ઔપચારિક બેઠક નગરપાલિકા કચેરીમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં મળી હતી જેમાં મોરબી શહેરની પ્રજાને પડતી હાડમારી નિવારવા એમએલએ ગ્રાન્ટ મુકરર કરેલ ધારાધોરણો મુજબ મોરબી શહેરમાં સમતોલ વિકાસના તાકીદે કરવાના થતા કામો માટે રૂ ૫૦ લાખની ગ્રાન્ટ મોરબી શહેરને ફાળવવાની ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જાહેરાત કરી હતી અને તે મુજબ કામો સૂચવવા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને જણાવ્યું હતું. જીલ્લા આયોજન અધિકારી સાથે પણ આ બાબતે પરામર્શ કરાયો છે વધુમાં બ્રીજેશ મેરજાએ માળિયા નગરપાલિકાની અતિવૃષ્ટિ તેમજ ડ્રેનેજ, રસ્તા, શૌચાલય સહિતના કામો માટે નગરપાલિકાની નબળી આર્થિક સ્થિતિને ધ્યાને લઈને પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઇકબાલભાઈ જેડા અને કાઉન્સિલર જે કામો સૂચવે તે માટે રૂ ૧૫ લાખની ગ્રાન્ટ ધારાસભ્ય ફંડમાંથી આપવાનું બ્રિજેશ મેરજાએ જાહેર કર્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat