Billboard ad 1150*250

માળિયા અસરગ્રસ્તો માટે દિલુભા જાડેજાની પ્રશંસનીય કામગીરી

૧૦૨૦ લોકોને જીવનજરૂરી ચીજવસ્તુની કીટનું વિતરણ

0 1,260

માળિયા પંથકમાં શનિવાર અને રવિવાર જળ હોનારત સ્થિતિ વચ્ચે મુશ્કેલીમાં મુકાયેલા માળિયા પંથકના લોકો માટે વહીવટી તંત્ર સતત દોડધામ કરી રહ્યું છે તો તંત્રની સાથે મોરબીના ઉદ્યોગપતિઓ પણ કદમથી કદમ મિલાવીને આ દુખની ઘડીમાં આશાની ચિનગારી સમાન કાર્ય કરી રહ્યા છે. મીઠા ઉદ્યોગપતિઓ અસરગ્રસ્તો માટે શનિવારથી રાહત સામગ્રી, ફૂડ પેકેટ સહિતની સંભવ દરેક મદદ કરી રહ્યા છે. પાણી ઓસર્યા બાદ આજે જયદીપ એન્ડ કંપનીના દિલુભા જાડેજા,  તેમના સહયોગી જીતેન્દ્રસિંહ જાડેજા અને અમરીશભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ માળિયા પંથકમાં ૧૦૨૦ કીટનું વિતરણ કર્યું હતું જેમાં થાળી, વાટકો, ચમચીથી લઈને કપડા, ધાબળા જેવી જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. માળિયા પંથકના મીઠા ઉદ્યોગને પણ જળ હોનારત જેવી સ્થિતિએ ઘણું નુકશાન પહોંચાડ્યું છે છતાં મીઠા ઉદ્યોગપતિઓ અસરગ્રસ્તોની મદદ માટે દિવસ રાત મથામણ કરી રહ્યા છે. જયદીપ એન્ડ કંપનીના દિલુભા જાડેજા અને તેની ટીમ શનિવારથી માળિયા પંથકના લોકોની મદદ દિવસ રાત કરી રહ્યા છે. સંભવ દરેક મદદ પહોંચાડી રહ્યા છે. પાણીમાં ફસાયેલા લોકોને, રેલ કર્મચારીઓને બચાવીને તુરંત ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા હતા તો હવે પાણી ઓસરી ગયા છે પરંતુ લોકોની ઘર વખરી તણાઈ ગઈ છે ત્યારે ઘર વપરાશની વસ્તુ ઉપરાંત રાશન અને ભોજનની વ્યવસ્થા જાતે ખડેપગે ઉભા રહીને કરી રહ્યા છે અને તેની ટીમને પણ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat