મોરબી ખાણ-ખનીજ વિભાગે ૫ વાહન ચાલકોને ૫ લાખથી વધુનો દંડ બાકી હોવાથી ફરિયાદ નોંધાવી

મોરબી ખાણ-ખનીજ વિભાગે વર્ષ ૨૦૧૫ થી ૧૭ સુધીમાં મોરબી બી.ડીવીઝનની હદ માંથી ઓવરલોડ તથા પરવાના વગરના ટ્રક ડીટેઈન કર્યા હતા.જેમાંજીજે ૦૩ એટી ૧૩૫૬,જીજે ૧૧ વાય ૫૧૬૦,જીજે ૮ ડબ્લ્યુ ૦૪૪૬,જિજે ૧૩ ડબ્લ્યુ ૨૧૭૯ અને જીજે ૩ એએક્સ ૫૩૪૫ એમ ૫ ટ્રક ઝડપાયા હતા.આ ૫ ટ્રકે જે તે સમયે ધોરણસરની કાયવાહી કરી ટ્રક છોડવી લીધા હોય અને આજદિન સુધી દંડની રકમ ભરપાઈ ન કરતા મોરબી ખાણ-ખનીજ વિભાગે કોર્ટમાં દોડી જઈને અને ફરિયાદ દાખલ કરતા ૫ ટ્રક જીજે ૩ એટી ૧૩૫૬ ને ૨,૫૧,૮૦૦, જીજે ૧૧ વાય ૫૧૬૦ ને ૫૧,૭૬૮, જીજે ૮ ડબ્લ્યુ ૦૪૪૬ ને ૮૬,૩૨૧, જીજે ૧૩ ડબ્લ્યુ ૨૧૭૯ ને ૫૯,૮૭૦ અને જીજે ૩ એએક્સ ૫૩૪૫ ને ૫૨,૨૫૦ એમ કુલમળીને ૫ ટ્રકસામે ૫.૪૨ લાખની દંડ ફટકારવામાં આવ્યો છે.

Comments
Loading...
WhatsApp chat