મોરબીમાં મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન સાકાર કરવા તંત્રની કવાયત

મોરબી જીલ્લા કલેકટરના આઈ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને જીલ્લા સંકલન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જીલ્લા વિકાસ અધિકારી એસ.બી.ખાટાણા,મુખ્ય આરોગ્ય અધિકારી જે.એમ.કતીરા તેમજ જીલ્લા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ મીટીંગમાં “મેલેરિયા મુક્ત ગુજરાત ૨૦૨૨” અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી.જેમાં મેલેરિયાથી બચવા લોકોમાં જાગૃતિ લાવવી તેમજ દરેક વિભાગના વડે પોતાની કચેરી ઉપરાંત પોતાના હસ્તક રહેલી કચેરીમાં પાણીનો ભરવો ન થવા દેવો અને મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરવો,જીલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અધિકારી દ્વારા પોતાના હસ્તકની તમામ શાળાઓના આચાર્યોને પત્રો દ્વારા જાણ કરી શાળાના પ્રીમાઈશીસમાં મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરવો તેમજ બાળકોમાં મચ્છર જન્ય રોગચાળા માટે જાણકારી આપવા માટે  વકૃત્વ,નિબંધ અને  ચિત્રકલા સ્પર્ધા જેવા પોગ્રામનું આયોજન કરવું,બાંધકામ,ST વિભાગ,ખેતીવાડી તેમજ નાય તમામ શાખાઓએ પોતાની કચેરીમાં મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરવો તેમજ તેમાં પોર નાશક કામગીરી કરવી,વધુમાં કલેકટર દ્વારા મોરબી અર્બન વિસ્તારમાં આવતા અઠવાડિયામા મચ્છર ઉત્પતિ સ્થાનોના નાશ અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે તેમજ બાંધકામ અને અન્ય જગ્યાએ મચ્છર ઉત્પતિ સ્થાનો મળતા જેતે જગ્યાના માલિકને પ્રથમ વખત નોટીસ  અને છતા ફરીવાર મચ્છર ઉત્પતિ સ્થાન જોવા મળતા દંડની જોગવાઈ કરવામાં આવશે.

 

 

 

Comments
Loading...
WhatsApp chat