Billboard ad 1150*250

મોરબી : પ્રદુષણ મામલે જીપીસીબીની કરોડોના દંડની નોટીસ મામલે બેઠક, જાણો સિરામિક એસો પ્રમુખોએ શું કહ્યું ? Video

0 207
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

જીપીસીબીએ પ્રદુષણ મામલે ફટકાર્યો કરોડોનો દંડ, સિરામિક ઉદ્યોગપતિઓ કોર્ટમાં લડત આપવા તૈયાર

        મોરબી સિરામિક ઉદ્યોગમાં અગાઉ કોલગેસ વાપરતા એકમોએ ફેલાવેલા પ્રદુષણ મામલે કરોડોના દંડ ફટકારવાની કાર્યવાહીથી સિરામિક ઉદ્યોગપતિઓ રોષે ભરાયા છે અને આજે સિરામિક એસો હોલ ખાતે બેઠક યોજીને જીપીસીબી સામે કાયદાકીય લડત આપવાની  તૈયારી દર્શાવી હતી.

Post ad 2

        મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસીફાયર પ્રતિબંધ અંગે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો અને કોલગેસ પ્રતિબંધ લાગુ પડ્યા બાદ પ્રદુષણનો સર્વે કરાયો હોય જે સર્વેમાં વ્યાપક પ્રદુષણ ધ્યાનમાં આવતા કમિટીએ સોપેલા રીપોર્ટને આધારે અગાઉ કોલગેસ વાપરતા ૬૦૮ સિરામિક એકમોને કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને આ અંગેની નોટીસો સિરામિક એકમોને ફટકારવાનું શરુ કરતા ઉદ્યોગકારોમાં નિરાશા વ્યાપી ગઈ છે. જીપીસીબીની નોટિસોને પગલે આજે મોરબી સિરામિક એસો હોલ ખાતે ઉદ્યોગપતિઓની બેઠક મળી હતી જેમાં આ મુદે તમામ સાથે ચર્ચા કરવામાં આવી હતી

તેમજ મીટીંગ બાદ સિરામિક એસો પ્રમુખે જણાવ્યું હતું કે જીપીસીબી દ્વારા અંદાજે ૪૫૦ થી ૫૦૦ કરોડના દંડની નોટીસ સિરામિક એકમોને ફટકારવામાં આવી છે જે મામલે વકીલની સલાહ લઈને જીપીસીબીને જવાબ આપીશું તેમજ જરૂરત પડ્યે હાઈકોર્ટ સુધી લડત આપવાની પણ તૈયારી દર્શાવી છે મંદીના માહોલમાં જીપીસીબીએ ફટકારેલા દંડને પગલે ઉદ્યોગપતિઓમાં નિરાશા અને રોષ જોવા મળી રહ્યો છે 

જુઓ સિરામિક એસોના પ્રમુખોના ઈન્ટરવ્યું…

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat