


દેશમાં સરેરાશ નાગરિકનું આયુષ્ય ૪૫ થી ૪૭ વર્ષ છે.જે ૨૦૧૭નાં વર્ષ દરમિયાન સરેરાશ આયુષ્ય ૬૪ થી ૬૭ વર્ષે પહોચ્યું છે.તેમાં કેમિસ્ટનો હકારાત્મક અભિગમ છે.હાલમાં ONLINE PHARMACY દ્વારા વેચાણ કરવામાં આવે છે જેમાં ફાર્માસિસ્ટની હાજરી ફરજીયાત છે.online દવાના વેચાણમાં ભાવમાં મોટો ફેર જોવા મળે છે છતા એવો પ્રચાર કરવામાં આવે છે કે તેમાં કેમિસ્ટોની નફાખોરો જવાબદાર છે.તેથી આજ રોજ મોરબી મેડીકલ એસોસીએશન દ્વારા મોરબીમાં રહેલા બધા મેડીકલબંધ રહીને સરકારના online દવાના વેચાણ સામે વિરોધ દર્શાવ્યો હતો.તેમજ મેડીકલ એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવી હતી કે દવા ભાવ નિયમન કમિટીમાં તેમને સ્થાન મળે અને નીચા ભાવે દવા સપ્લાય કરવામાં આવે તો અમે પણ નીચા ભાવે દવા વેચવા તૈયાર છીએ.આજ રોજ મેડીકલની હડતાલ હોવાથી મોરબી શહેરમાં બધા મેડીકલ બંધ જોવા મળ્યા છે.ઈમરજન્સીની હાલતમાં કોઈ દર્દીને હેરાનગતિ ન થાય તે માટે શહેરમાં ૫ જગ્યા પર દવાનું વેચાણ ચાલુ રાખવામાં આવ્યું છે.જેમાં સદભાવના હોસ્પિટલ,ક્રિષ્ના હોસ્પિટલ,આયુષ હોસ્પિટલ,મંગલમ હોસ્પિટલ અને ગોકુલ હોસ્પીટલમાં દવાનું વેચાણ ચાલુ રાખવામાં આવ્યું છે.

