



મોરબી જિલ્લામાં રાતથી અંધારાધાર વરસાદ વર્ષી રહ્યો છે.જેમાં મોરબી જીલ્લમાં સવારના ૭ થી ૧૦ વાગ્યા સુધીમાં મોરબીમાં ૬૪ મી.મી.,ટંકારામાં ૫૨ મી.મી.,વાંકાનેરમાં ૧૭ મી.મી.,હળવદમાં ૧૯ મી.મી.અને માળીયામાં ૧૩ મી.મી વરસાદ વરસ્યો છે.મોરબીમાં સાંબેલાધાર વરસાદ પડતા મચ્છુ 2 ડેમ સહિતના મોટાભાગના ડેમો ઓવેરફ્લો થઇ ગયા છે. મચ્છુ 2 ડેમ માંથી વિપુલ માત્રામાં પાણી છોડતા મચ્છુ નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે અને નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવી દેવામાં આવ્યા છે.મોરબી શહેરમાં મેધ મહેર તથા શહેરના રસ્તાઓ પાણી નદી વહેવા લાગી છે અને મોરબીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.મોરબીમાં અતિભારે વરસાદને પગલે મોરબી જીલ્લા કલેકટર દ્વારા સાવચેતીના પગલા રૂપે જીલ્લાની તમામ શાળા-કોલેજો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

