મોરબી જીલ્લામાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ : ટંકારામાં કારમાં ફસાયેલ ૨ લોકોને બચાવી લેવાયા

મોરબીનું ધુનડા ગામ થયું સંપર્ક વિહોણું

મોરબી જિલ્લામાં સવારથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેમાં ટંકારામાં ત્રણ કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદના પગલે પૂર જેવું ત્યાં લાગી રહ્યું છે . કેટલાય લોકોનું સ્થાળતર કરવામાં આવ્યું છે. જયારે ટંકારાના ખાખરા થી થોરિયાની વચ્ચેના કોઝવેમાં  કારમાં 2 ફસાયેલા લોકોને બચવા રેસ્ક્યુ ટિમ રવાના ત્યાં પોહચી હતી અને ડે.કલેકટર સહિતની એનડીઆરએફની ટીમે કારમાં ફસાયેલા લોકોને બચવી સુરક્ષિત સ્થળે પહોચાડવામાં સફળતા મળી છે. તો રસનાળ તળાવ પણ તૂટ્યું હોવાનું જાણવા મળ્યું છે તો નેકનામ પાસે ના ગામો વધુ પાણી ભર્યા છે.તો મોરબી સહિતના સમગ્ર જિલામાં કેટલાય વિસ્તારોમાં પાણી ભર્યા છે તો વધુ વિગત મુજબ આજ સવાર ૭ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં મોરબીમાં ૫૪ એમ.એમ, ટંકારા .૧૭૫ એમ.એમ, વાંકાનેર . ૧૦૨ એમ.એમ, હળવદ ૪ એમ.એમ અને માળિયા ૨૧ એમ.એમ વરસાદ નોંધાયો છે. તો વધુમાં મળતી હળવદમાં પણ જોરદાર વરસાદ શરુ થયો છે જેમાં બપોર બાદની ખાનગી સ્કુલોમાં રજા રાખવામાં આવશે તેવું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.તેમજ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટંકારા જામનગર હાઇવે પર પાણી ભરવાથી હાઇવે બંધ કરવાની ફરજ પડી છે તથા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ૫ લોકો ફસાયાની માહિતી મળી રહી છે ત્યારે તત્ર દ્વારા ફસાયેલા લોકોને બચાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

 

 

ધુનડા ગામ થયું સંપક વિહોણું

મોરબી પંથકમાં મેધરાજા મન મુકીને વર્ષી રહ્યા છે.ત્યારે મોરબી જીલ્લમાં રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.હમણાં જ મળતી વિગત મુજબ મોરબી નજીક આવેલ ધુનડા ગામમાં પુર જેવી સ્થિતિ ઉત્પન્ન  છે તેમજ ધુનાડા ગામ સંપર્ક વિહોણું થતા તંત્રમાં ધુનાડા ગામના ગ્રામજનોનો સંપર્ક કરવા પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે.

 

Comments
Loading...
WhatsApp chat