Billboard ad 1150*250

મતદારયાદી સુધારણા કાર્યક્રમનો સોમાવરે છેલ્લો દિવસ

0 425

મોરબી જીલ્લા ચુંટણી અધિકારીએ મોરબીની પ્રજાને અપીલ કરી છે કે જીલ્લામાં તા.૧-૩૧ સુધી મતદારયાદીની ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે.જેમાં તા.૯,૧૬ અને ૨૩ ના સતત ત્રણ રવિવારે દરેક મતદાન મથકો પર BLO રખાવીને ફોર્મ મેળવવામાં આવે છે.પરંતુ છેલ્લા રવિવારે જીલ્લામાં પડેલ અતિશય વરસાદને કારણે અથવા કોઈ અન્ય કારણોસર જો કોઈ લાયક મતદાર પોતાનું નામ મતદારયાદીમાં દાખલ કરવા માટે ફોર્મ ભરી શકેલ ણ હોય તો તા.૩૧ને સોમવારે આ કાર્યક્રમનો છેલ્લો દિવસ છે.જરૂરી તમામ મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસરનો સંપર્ક કરી અથવા મામલતદાર કચેરીની ચુંટણી શાખામાં ફોર્મ સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.મોરબી જીલ્લા ચુંટણી અધિકારીએ આ તકનો અવશ્ય લાભ લઇ બાકી રહેતા લાયક મતદારોને તા.૩૧ ને સોમાવરે અચૂક ફોર્મ ભરાવી લેવા માટે અપીલ કરવામાં આવી છે.અને રાષ્ટ્રીય કાર્યક્રમમાં પુરતો સહકાર આપવા વિનતી કરવામાં આવે છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat