મોરબી જિલ્લામાં મતદારયાદી-ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

લોકશાહીમાં પોતાના પ્રતિનિધિની પસંદગી કરવાનો પ્રજાને અબાધિત અધિકાર છે. લોકો નિયત સમયે પોતાના આ અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પાયાની જરૂરીયાત છે કે, મતદારયાદીમાં પોતાના નામની નોંધણી થયેલ હોવી જોઈએ. જો મતદાર યાદીમાં નામ નોંધવામાં આવ્યું હોય તો જ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. મતદાર યાદી તૈયાર કરવી, સુધારવી અને તેની જાળવણી કરવાની ભારતના ચૂંટણી પંચની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવે છે. ભારતના ચૂંટણી પંચના ધ્યાન ઉપર આવ્યું છે કે, જ્યારે ચૂંટણી યોજવામાં આવે છે ત્યારે મતદાર યાદીમાં ભૂલો હોવા અંગે ફરિયાદો કરવામાં આવે છે જેથી જ્યારે મતદારયાદીની સુધારણા કરવામાં આવે ત્યારે, મતદારયાદીમાં નામ હોવા અંગે ચકાસણી માટેની કાળજી લેવી અત્યંત જરૂરી છે. ભારતના ચૂંટણી પંચનો આશય છે કે, લાયકાત ધરાવતા તમામ નાગરીકોના નામો મતદારયાદીમાં નોંધાય અને ચૂંટણી સમયે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે, તે હેતુથી ભારતના ચૂંટણી પંચે 01-01-2017 ને લાયકાતની તારીખ ગણી મતદાર ખાસ સંક્ષિપ્ત સુધારણા કરવાનું નક્કી કર્યું છે. જે અંગે નીચે મુજબનો કાર્યક્રમ જાહેર કરેલ છે.

ચૂંટણી પંચે નક્કી કરેલ કાર્યક્રમ અનુસાર તા.01-07-2017 ના રોજ મતદારયાદીનો મુસદ્દો પ્રસિધ્ધ કરવામાં આવશે અને મતદારયાદીનો આ મુસદ્દો કલેકટર કચેરી/ પ્રાંત કચેરી/ મામલતદાર કચેરી તથા દરેક મતદાન મથક પર જાહેર જનતાને જોવા ઉપલબ્ધ કરવામાં અવશે. આ રીતે મતદારયાદીના મુસદ્દામાં મતદારના નામ કે અન્ય વિગતોમાં ભૂલ હોય અથવા મતદારનું નામ જે જગ્યાએ નોંધવું જોઈએ એના બદલે બીજી જગ્યાએ નોંધાયું હોય અને ફેરબદલ કરવાનું થાય તેમજ 1લી જાન્યુઆરી,2017ના રોજ જેઓએ 18 વર્ષ પુરા કર્યા હોય તેવા મતદારોના નામો ઉમેરવા અંગે નિયત નમુનામાં અરજી કરી સુધારણા કરી શકાશે. આવા સુધારાની કામગીરી માટે તા.01-07-2017 થી તા.31-07-2017 દરમિયાન મતદાર યાદીમાં સુધારા-વધારા અંગે અરજીઓ કરી શકાશે. વધુમાં તા.09-07-2017, તા.16-07-2017 તથા તા.23-07-2017 (રવિવાર) ની ખાસ ઝુંબેશની તારીખો નિયત કરવામાં આવી છે. આ દિવસોએ તમામ નિયોજીત સ્થળો(મતદાન મથકો)એ સવારના 10-00 થી સાંજના 6-00 કલાક સુધી પદનામિત અધિકારીઓ દ્વારા હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat