૬૮ માં વન મહોત્સવની ઉજવણી મકનસરમાં પાંજરાપોળ ખાતે કરાઈ

મોરબી વનવિભાગ દ્વારા આજે ૬૮ માં વન મહોત્સવ ઉજવણી સંદર્ભે મોરબી જીલ્લાકક્ષાની વન મહોત્સવ ઉજવણી મકનસર ગામ ખાતે કરવામાં આવી હતી. મકનસરના પાંજરાપોળમાં વિવિધ પ્રવૃતિઓ સાથે વન મહોત્સવની ઉજવણી પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી જીલ્લા કક્ષાની વન મહોત્સવ ઉજવણી પ્રસંગે ગુજરાત મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, બાવનજીભાઈ મેતલિયા, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક જી.યાદૈયા પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ બીપીનભાઇ દવે ઉપરાંત જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ, ડીડીઓ એસ.એમ ખટાણા તેમજ નાયબ વન સંરક્ષક એમ.એમ. ભાલોડી, રીટાયર્ડ આર.એફ.ઓ. શિવલાલભાઈ રાંકજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ન્યુ એરા સ્કૂલના બાળકોએ પ્રાર્થનાથી કરી હતી. તેમજ મહાનુભાવોનું સ્વાગત તુલસીના રોપા આપીને કરવામાં આવ્યું હતું. વન મહોત્સવ વિષે મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવર્ચન કર્યા બાદ ન્યુ એરા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજુ કરવામાં આવ્યું હતું જેમાં સામાજિક સંદેશો આપતા નાટકો ભજવવામાં આવ્યા હતા અને અધિકારીઓએ પૂજા કરીને વન મહોત્સવની ઉજવણી કરી હતી.

 

Comments
Loading...
WhatsApp chat